AHMEDABADBHARUCHBHARUCH CITY / TALUKOKUTCH

શરાબ નીતિના ખોટા કેસમાં ઇડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરાતા ‘આપ’ના ભરૂચ, વડોદરા અને કચ્છના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું.

ભરૂચ, વડોદરા અને કચ્છના વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના તથા કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી: આપ

અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આયોજીત વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે ભાજપ સરકારે પોલીસનો તાનાશાહીરૂપે ઉપયોગ કર્યો: આપ

અમદાવાદ/વડોદરા/ભરુચ/કચ્છ/ગુજરાત

છેલ્લા બે વર્ષથી શરાબનીતિ મુદ્દે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. અને છેલ્લા બે વર્ષમાં ઇડી અને સીબીઆઇને એક પણ સબૂત મળ્યા નથી કે કોઈ રૂપિયા પણ મળ્યા નથી. તેમ છતાં ગઈકાલ રાત્રે ઇડી દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમકે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હી કેબિનેટના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના કોઈપણ નેતા વિરુદ્ધ કોઈપણ પ્રકારના પુરાવા મળ્યા નથી, તેમ છતાં પણ તેઓ હજુ સુધી જેલમાં છે. ભાજપ સરકાર દ્વારા ઇડી અને સીબીઆઈનો તાનાશાહીરૂપે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હકિકતમાં તેઓ ઈચ્છી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલજી આવનારી લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે.

આજરોજ વડોદરા ખાતે ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનો બલિદાન આપનાર ભારતના સપૂત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ખોટી રીતે ફસાવી ધરપકડ કરવામાં આવી છે, તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં વડોદરા લોકસભા પ્રમુખ વીરેનભાઈ રામી, વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, વડોદરા શહેર મહિલા પ્રમુખ જાનવીબા ગોહિલ, પ્રતિમાબેન વ્યાસ પટેલ, અશોકભાઈ ઓઝા, આનંદભાઈ ઓઝા, ઉમેશભાઈ ગોસ્વામી, કુરેશી અબ્દુલ રહીમ, અલ્પેશભાઈ પટેલ, બાબુભાઈ શર્મા, શશાંકભાઈ ખરે, જીગ્નેશભાઈ મોચી, શબનમ શેખ, દિવાન મહેબૂબ શાહ, શ્રીચંદભાઈ પ્રજાપતિ, મુલચંદભાઈ યાદવ અને અશોકભાઈ દેસાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં કચ્છમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના તેમ જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં રાજેશ ભાઈ પિંડોરિયા પ્રદેશ સંગઠન મંત્રી, અંકિતા ગોર પ્રદેશ મંત્રી, સંજય ભાઈ બાપટ પ્રમુખ પશ્ચિમ કચ્છ જીલ્લા, બટુક પૂરી ગોસ્વામી, મહામંત્રી પશ્ચિમ કચ્છ જીલ્લા, ટી ડી દેવરિયા, પ્રમુખ પૂર્વ કચ્છ જીલ્લા, નિલેશ ભાઈ મહેતા મહામંત્રી પૂર્વ કચ્છ જીલ્લા, કાયનાત બેન અંસારી પ્રભારી પૂર્વ કચ્છ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ વિગત પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!