GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકામાં મતદાર કાપલી વિતરણ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ પ્રવૃતિ કરાઈ

ગાંધીધામ                            તા. ગુરૂવાર

          


લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઉંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છ અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં SVEEP હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. કચ્છમાં મતદાન જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન સાથે મતદાર કાપલી વિતરણ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ગાંધીધામ તાલુકામાં મતદાન જાગૃતિ માટે સમજણ આપવામાં આવી હતી તેમજ મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચોક્કસપણે મતદાન કરવા અપીલ કરાઇ હતી.

રિપોર્ટ: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ (કચ્છ) – 9879011934

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!