AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

2025-International Year of Cooperatives Cooperatives અન્વયે ઓડીટ સેમિનારનું આયોજન

યુનાઇટેડ નેશન્સ દ્વારા સને-૨૦૨૫ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જેના ભાગરૂપે સંયુક્ત રજિસ્ટ્રાર અને ખાસ અન્વેષક, સહકારી મંડળીઓ, (વિભાગીય) અમદાવાદ વિભાગના ઓડીટરો માટેનો સહકારી સંસ્થાઓના ઓડીટ માટેના સેમિનારનું આયોજન માન.શ્રી એન.વી.ઉપાધ્યાય, આઇ.એ.એસ., રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની અધ્યક્ષતામાં ધી ગુજરાત રાજ્ય સહકારી સંઘ લિ; અમદાવાદના સૌજન્યથી ૩જી મેના રોજ ધી ગુજરાત રાજ્ય સહકારી સંઘ લિ. અમદાવાદ ખાતે કરવામાં આવેલ. આ સેમિનારમાં રાષ્ટ્રિય સહકારી આગેવાન તથા ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ અમીન, નાબાર્ડના સી.જી.એમ. શ્રી બી.કે.સિંગલ તેમજ વડી કચેરીના જોઇન્ટ રજિસ્ટ્રારશ્રીઓ અને નાયબ રજિસ્ટ્રારશ્રીઓ ઉપસ્થિત રહેલ.

સેમિનારમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ(શહેર) તથા અમદાવાદ(રૂરલ) ના તમામ જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓ તેમજ તેઓની કચેરીના ૮૦ જેટલા સહકારી ખાતાના ઓડીટરોને રાજ્ય રજિસ્ટ્રારશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા સહકારી સંસ્થા જેવીકે રાજ્યની પેક્સ મંડળીઓ, શરાફી સહકારી મંડળીઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ(APMC), ખરીદ-વેચાણ સંઘો અને ગ્રાહક ભંડારોના ઓડીટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ. જેથી સહકારી સંસ્થાઓની ઓડીટની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે થઇ શકે અને પાયાના સભાસદોને સરકારશ્રીની યોજનાઓ તેમજ લાભો મળી રહે તે બાબતો આવરી લેવામાં આવી. જેમાં સહકારી સંથાના ઓડીટ અંગેની કામગીરી ઇ- કોઓપરેટિવ પોર્ટલ ઉપર તેમજ રાજ્યની કૃષિ વિષયક ધિરાણ કરતી પેક્સ મંડળીઓ ના સિસ્ટમ ઓડીટ ઇ.આર.પી. પોર્ટલ ઉપર કરવા સંબંધે ઓડીટરોને માર્ગદર્શન તેમજ સમજ આપવામાં આવી.

Back to top button
error: Content is protected !!