AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ એડમિશન અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી

રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ એડમિશન અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનું રેકેટ સામે આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાનના લોગો સાથેની પત્રિકાઓ ફરતી થઈ છે જેમાં RTE CAFE નામની વેબસાઈટ પર લોકોને ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે.

હેતલ સોની નામની યુવતી આ વેબસાઈટ ચલાવતી હોવાનો ખુલાસો થયો છે. કેજીમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓનો સંપર્ક કરી 3 હજાર રૂપિયા લઈ ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે.

જો એડમિશન ન થાય તો 1,800 રૂપિયા પરત આપવાની પણ વાત કરવામાં આવી છે. વેબસાઈટમાં ઓફિસ ક્યાં આવેલી તે અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આરટીઈના નામે આ પ્રકારનું રેકેટ ચાલતું હોવાનું સામે આવતાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સવાલ એ થાય છે કે, જ્યારે સરકાર 100 ટકા ફોર્મ એપ્રુવલની ગેરંટી નથી આપતી તો આ બેન કઈ રીતે 100 ટકા એપ્રુવલની ગેરંટી આપી શકે? જ્યારે સરકાર મનગમતી સ્કૂલમાં એડમિશન મળશે તેવું નથી કહેતી તો આ બેન કહી રીતે કહી શકે? Rteનું ફોર્મ ફ્રી માં ભરાય છે તો આ કોઈ વ્યક્તિ માત્ર ફોર્મ ભરવાના 3000 લઈ શકે?

Rteના ફોર્મ ભરવા વેબસાઈટ સરકારે બનાવી છે તો શુ કોઈ પોતાની પ્રાઇવેટ વેબસાઈટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરાવી શકે? શુ ખાનગી પેમ્પ્લેટમાં સરકારી સિમ્બોલ લગાવી શકાય?

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!