ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન દ્વારા ‘અહેસાસ એ ખાસ’ ઓપન માઈક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં 19 જાન્યુઆરી 2025ના રોજ ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન દ્વારા ‘ઓપન માઈક 3.0 – અહેસાસ એ ખાસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકોએ વય જૂથના લોકોને તેમની કળા પ્રદર્શિત કરવા માટે મંચ આપવામાં આવ્યો હતો.
ડાન્સ, સિંગિંગ, ડ્રામા, પોએટ્રી અને સ્ટોરી ટેલિંગ જેવા વિવિધ કલા પ્રકારોમાં નવોદિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમના ઉન્દા ટેલેન્ટ દ્વારા શ્રોતાઓનું દિલ જીતી લીધું.
મુખ્ય અતિથિઓ અને ખાસ પર્ફોર્મર્સની ઉપસ્થિતિ
કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ નિર્ણાયક તરીકે પુનિલરાજ સિંહ, નેલ્સન પરમાર, રાહુલ વાણિયા અને ઉર્વીશ ગજ્જર હાજર રહ્યા હતા. વિશેષ અતિથિ અને પર્ફોર્મર તરીકે જીતેન્દ્ર ખુવા હાજર રહ્યા હતા અને પોતાની પર્ફોર્મન્સ દ્વારા અને નવોદિતોને પ્રોત્સાહન આપી તેમના ઉત્સાહને દોહણ કર્યું હતું.
જાહેર વિજેતાઓ અને ઇનામ વિતરણ
વિજેતાઓમાં પ્રથમ ક્રમાંકે પારું બઢીયા (વોકલ), બીજા ક્રમાંકે કૃષ્ણા સિસોદિયા (રેપિંગ) અને ત્રીજા ક્રમાંકે ક્રિશ વાલા (લીરીકલ ડાન્સ) વિજેતા બન્યા. પ્રથમ ક્રમાંકે 1000 રૂપિયા રોકડ ઈનામ, બીજા ક્રમાંકે 700 રૂપિયા રોકડ અને ત્રીજા ક્રમાંકે 500 રૂપિયા રોકડ ઈનામ વિતરણ કરવામાં આવ્યા.
સ્થાનિક ટેલેન્ટને મંચ આપવાનો પ્રયાસ
સંસ્થાના પ્રમુખ વિપુલ સોલંકી અને સહ આયોજક વિશ્વેશ જોષીએ જણાવ્યુ કે હીરાવાડી વિસ્તારમાં અનેક ટેલેન્ટ ધરાવતા લોકો છે, પરંતુ પ્લેટફોર્મની ઉણપના કારણે તેમની કળાઓ છુપાયેલી રહી જાય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારના કાર્યક્રમો, વર્કશોપ્સ અને કલા-પ્રદર્શન મંચોનું આયોજન કરવામાં આવે છે, જેથી સ્થાનિક કલાકારોને તેમની કળા પ્રદર્શિત કરવા માટે મંચ મળે.
સમાજ સેવામાં કાર્યરત ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન
આ ફાઉન્ડેશન આર્ટ અને કલાના વિકાસ સાથે સમાજ સેવાના કાર્યમાં પણ સક્રિય છે. તેના આયોજનોથી હીરાવાડીના બાળકો અને કળાકારોએ નવા માર્ગો શોધવા અને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે.
પ્રત્યક્ષ અને શ્રાવ્ય રોમાંચનો દિવસ
એન્કર જયેશ હીરપરાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કરીને શ્રોતાઓને અંત સુધી જોડાયેલા રાખ્યા હતા. નાસ્તાની વ્યવસ્થા સારથીરથ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમથી હીરાવાડીમાં છુપાયેલા ટેલેન્ટને નવી દિશા મળવા સાથે નવનિર્માણ અને પ્રોત્સાહનની નવી આશાઓને પાંખો મળી છે.