ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી જિલ્લામાં ૨૬ જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ અરવલ્લીમાં ૭૭ મા પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી મેઘરજ તાલુકા મથકે યોજાશે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ૨૬ જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ અરવલ્લીમાં ૭૭ મા પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી મેઘરજ તાલુકા મથકે યોજાશે

અરવલ્લી જિલ્લામાં આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મેઘરજ તાલુકા મથકે આવેલ શ્રી પી.સી.એન. હાઈસ્કૂલ ખાતે ભવ્ય રીતે યોજાશે.આ ઉજવણીના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારી અંગે આજે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ઉજવણીને સફળ બનાવવા માટે વિવિધ સૂચનો અને ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર એ ઉજવણીના તમામ પાસાઓ જેવા કે સુરક્ષા વ્યવસ્થા, વાહન વ્યવસ્થા, સ્વચ્છતા, કાર્યક્રમનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ વગેરે અંગે વિગતવાર ચર્ચા કરી અને તમામ વિભાગોને સમયસર તૈયારીઓ પૂર્ણ કરવાના સૂચનો આપ્યા હતા.આ ઉજવણીમાં જિલ્લાના નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે અને રાષ્ટ્રીય ધ્વજનું અભિવાદન કરીને દેશભક્તિનો સંદેશ ફેલાવશે.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ અન્ય વિભાગીય અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને ૭૭મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ આપે છે અને સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઉજવણીને યાદગાર બનાવવા અનુરોધ કરે છે.

Back to top button
error: Content is protected !!