AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કયા જિલ્લામાં માવઠું પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે ગુરુવારે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં 27 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્ય ચાર જિલ્લામાં કરા પડવાની શક્યતાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં મેઘગર્જનાની સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે.

28 ડિસેમ્બરે રાજ્યના અમરેલી, ભાવનગર, છોટ ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!