રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી અગ્રેજી માધ્યમની શાળાઓને નોટિસ

0
21
વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યમાં છેલ્લા ઘણા સમય થયા ખાનગી શાળા તેમજ અગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી વિષય ન ભણાવવાનો મામલો ચાલી રહ્યો છે. આ વચ્ચે હાઈકોર્ટમાં આ અંગે એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. રાજ્યમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવવાની ફરિયાદ હોવાથી અરજદારે આ મામલે રજૂઆત કરી હતી. આ મામલે હાઈકોર્ટે શાળામાં ગુજરાતી ન ભણાવવા પર શું પગલા લેવાશે તેવો સવાલ કર્યો હતો.

રાજ્યમાં ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યુ કરી છે તેવો જવાબ સરકારે આપ્યો છે. આ ઉપરાંત સરકારે વધારામાં કહ્યું હતું કે ગુજરાતી ભાષા ન ભણાવનાર શાળાઓની NOC રદ્દ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યની કુલ 23 શાળાઓમાં ગુજરાતી વિષય ન ભણાવતી હોવાની અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાયાની હાઈકોર્ટને જાણ કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી આગામી 3 ફેબ્રુઆરી રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના નિર્દેશ આપ્યા કે અરજદારે કરેલા સૂચન બાબતે પણ સરકાર નિર્ણય કરે.

download 13

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews