બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો સોમવારથી હડતાલ પર ઊતરશે.
ગુજરાત સરકાર દ્વારા 31મી ઓગસ્ટે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝિયોથેરેપીમાં રૂ.13, 440 તેમજ આયુર્વેદ અને હોમિયોપથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ વધારો કર્યો હતો. જો કે, રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી હડતાલ પર ઊતરશે.
રાજ્ય સરકારના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણયનો હવે વિરોધ થઈ રહ્યો છે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોની માંગ છે કે, વર્ષ 2009થી સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે 20 ટકા જ વધારો આપવામાં આવ્યો છે. હવે સ્ટાઈપેન્ડમાં વધારો 3 વર્ષની જગ્યાએ 5 વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ મામલે રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી હડતાલ પર ઊતરશે. આ દરમિયાન ઈમરજન્સી સેવા શરૂ રહેશે.
આ મામલે જુનિયર્સ ડોક્ટર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આશરાનું કહેવું કે, ‘રાજ્ય સરકારમાં 25 વખત રજૂઆત કરી છે.પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી.અમે પણ નથી ઈચ્છતા કે ઇમરજન્સી બંધ રાખીએ અને દર્દીઓ હેરાન થાય પરંતુ અમારી માંગણી ઘણાં સમયથી પૂરી થતી નથી જેના કારણે અમે વિરોધ કરીએ છીએ. બી.જે. મેડીકલના 1200થી વધુ તથા ગુજરાતના 3500 થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે અને રાજ્યના 3 હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે.’
રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિફિઝિયોથેરેપીમાં રૂ.13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ મળશે.
ડિગ્રીના મેડિકલ રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસિડન્ટ) અને ક્લિનિકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસિડન્ટ (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.
મેડિકલ રેસિડન્ટ (ડિપ્લોમા)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનિયર રેસિડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસિડન્ટને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે.
GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસિડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસિડન્ટ અને ક્લિનિકલ આસિસ્ટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024થી અમલમાં મુકવામાં આવ્યો છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel