ભરણપોષણ-ડરના જરૂરી હૈ

શાદી સે ડર નહિ લાગતા સા’બ્, ભરણપોષણ સે લાગતા હૈ ડર – AI એન્જિનિયર અતુલ સુભાષ ની આત્મહત્યા અને મૃત્યુ પહેલાં લખેલ નોટ (Dying Declaration).
– પતિ – પત્ની ના મતભેદ થાય, પત્ની – પતિ થી કંટાળી હોય, ન્યાયિક રીતે તેને આજીવિકા ચલાવવા પૂરતા પૈસા પણ આપવા જોઈએ. કદાચ યુવતીના ઘરડા માતા પિતા પણ એ ભરણપોષણ ઉપર નભે, વ્યાજબી પણ યુવતીના ભાઈ, બહેન વગેરે જલસા કરે અને યુવાન ચૂકવ્યા કરે એ કેટલું ન્યાયીક??
અને
એ ભારણપોષણ ની માતબર રકમ કેટલી તેની કોઈ મર્યાદા કે આંકડાકીય એનાલીસીસ હોવવું જોઈએ ! વાર્ષિક ૧૦ લાખ નું ભરણ પોષણ ? અને અહી તો જે સળા વિશે વાત છે, જે ન્યાયના પદ પરથી પણ ૫ લાખ માંગ્યા, અને તેની પત્નીએ ૩ કરોડ માંગ્યા. અને ૧૨૪ વખત હાજર થવું પડ્યું. તારીખ પે તારીખ…..અને તેમાં પણ ભાગ ! ખરેખર આ લાંચ નું દૂષણ ન્યાય માટે પણ ઘુસ્તું જતું હોય, સમાજ પાયમાલી તરફ જસે. કેમ કે આ એક જ એવું પ્લેટફોર્મ કે વ્યસ્થા છે, જેના ઉપર કોઈ મોનીટરીંગ સિસ્ટમ છે જ નહિ. કોઈ અદાલતથી ન્યાય ન મળ્યો તો ? કઈ નહિ અપીલ માં જવાનું, બસ આ બાબત નો લાભ લઇ અતુલ સુભાષ પાસે જ્જ એ પણ ૫ લાખ માંગ્યા. ભારતીય ન્યાયસહિતા સામાન્ય રીતે માંને છે કે વ્યક્તિનું મૃત્યુ સમય ની જુબાની (dying Declaration) હમેશા સાચું જ હોય. જજ ના ચુકાદાઓ માં ભ્રષ્ટ્ચાર દેખાતો હોય, લોકોના ધ્યાને તરત આવી ઘટનાઓ, ચુકાદાઓ આવી જ જતા હોય છે. દુર્ભાગ્યપૂર્ણ ઘટના……જામનગરના ચિંતક ભાર્ગવ ઠાકરના…એક ઘેરી ઘટના બાદ પ્રત્યાઘાત…..શક્ય છે …..આ જ પ્રત્યાઘાત ન્યાય માટે લડતા અનેક પતિઓના હશે………કેમકે ….મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં જો કઇક “અજુગતુ” થાય તો લોકશાહીના એવા મંદિરને લુણો લાગ્યો કહેવાય…..અને બીજુય ઘણુ બધુ……..કહેવાય….!! હજુય….સમય છે……ન્યાય મંદિર….પીલર મજબુત રહી શકે છે…..પણ





