AHAVADANGGUJARAT

આહવા JMFC કોર્ટે ફોરેસ્ટકર્મીઓ પર હુમલો કરી ઈજા પહોંચાડનાર ૭ ઈસમોને બે વર્ષ બે માસની સજા અને દંડ..

વાત્સલ્યમ સમાચાર

       મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ગલકુંડ રેંજનાં ફોરેસ્ટ ખાતાના સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી તેમના પર હુમલો કરી ઈજાઓ પહોંચાડવાના ગંભીર ગુનામાં આહવા જે.એમ.એફ.સી. કોર્ટે સાત આરોપીઓને બે વર્ષ અને બે માસની સખત કેદની સજા તથા પ્રત્યેકને રૂ. ૧,૫૦૦/- નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.મળતી વિગતો અનુસાર, આરોપીઓ (૧)કીશનભાઈ ગણાપતભાઈ ઠાકરે, (૨) વિષ્ણુભાઈ ગણાપતભાઈ ઠાકરે, (૩) મધુભાઈ મનસ્યાભાઈ ઠાકરે (૪) મનસ્યાભાઈ રમણભાઈ ગાવીત  (૫) સખારામ મનસ્યાભાઈ ઠાકરે, (૬) બુધ્યાભાઈ રામુભાઈ દામુભાઈ બરડે તથા (૭) બુધ્યાભાઈ સોમનભાઈ ઠાકરેનાઓ ડાંગ જિલ્લાની ગલકુંડ રેન્જનાં કમ્પાટમેન્ટ નં. ૨૨૬ અને ૨૨૯ માંથી તા. ૨૬/૦૬/૨૦૧૯ ના રોજ સાગી લાકડાં લઈને આવતા હોવાની બાતમી મળતા, ફરિયાદી ગોપાળભાઈ મનુભાઈ ભોયે રોજમદારો સાથે સ્થળ પર ગયા હતા.આ આરોપીઓ સાગી લાકડા નંગ-૮ ફેંકીને નાસી ગયા હતા.જેથી ફોરેસ્ટ ખાતાની ટીમે તે સાગી લાકડા સરકારી વાહનમાં ભરીને ગલકુંડ રેન્જ તરફ લઈ જઈ રહ્યા હતા. તે સમયે ગોટાના ઇહિર નામની જગ્યાએ આરોપીઓએ રસ્તો રોકી, ગાલીગલોચ કરી ફરિયાદીને કુહાડીના દંડા મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત અન્ય સહ-કર્મચારીઓને પણ દંડાથી સપાટા મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગેનો કેસ આહવા  જે.એમ.એફ.સી. કોર્ટમાં  વાય. પી. યાદવની કોર્ટમાં ચાલી જતા, આહવાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાય. પી. યાદવે  સરકારી વકીલની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ તમામ સાતેય આરોપીઓને દોષિત ઠેરવી બે વર્ષ અને બે માસની સજા તથા દરેકને રૂ. ૧,૫૦૦/- નો દંડ કરવાનો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ સુરેશભાઈ એચ.કોંકણીએ સફળતાપૂર્વક કેસ ચલાવી ધારદાર દલીલો કરી હતી.

Back to top button
error: Content is protected !!