અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ દ્વારા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ OPS ને વધાવાયું.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૯ ઓક્ટોબર : ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં 1/4/2005 પહેલાના 60 હજારથી વધુ કર્મચારીઓને જુની પેન્શન યોજનાની સૈધ્ધાંતિક સ્વીકૃતિ આપતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ખુબજ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે..અને આ આનંદની લાગણી અનુભવતા કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાની શ્રી ગળપાદર શાળાના લાભાર્થી શિક્ષકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો.આથી શિક્ષકો દ્વારા સંગઠન અને સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરતા એકબીજાને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી..આ તકે કચ્છ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકારી અધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના ABRSM ના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ, નટવરભાઈ ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ, મહેન્દ્રભાઈ સોલંકી, મહિલા માતૃ શક્તિ ઝંખનાબેન પંચાલ, બીનાબેન ગોસ્વામી.. વગેરે શિક્ષકો હાજર રહી સંગઠનના હોદ્દેદારોને તેમજ OPS ના લાભાર્થી શિક્ષકો અંદરો – અંદર મીઠાઈ ખવરાવી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી.