ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : રેલ્લાવાડા હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, સેવાકીય કાર્ય થી દર્દીઓ ને રાહત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : રેલ્લાવાડા હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, સેવાકીય કાર્ય થી દર્દીઓ ને રાહત

 

જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા પ્રતિવર્ષ ગ્રામ્ય વિસ્તારની જનતાની સુખાકારી માટે સર્વરોગ નિદાન કેમ્પ બી.પી. બામણીયાના અથાગ પ્રયત્નોથી યોજવામાં આવેલ છે જેમાં બી.ડી. રાઠોડ,લતાબેનબિહોલા, કૌશિકભાઈ પટેલ , નરેશભાઈ પારેખ,ભુપેન્દ્રભાઈ પટેલ, દિનેશભાઇ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, રાકેશભાઈ ગોસ્વામી તેમજ વિવિધ ભાઈઓના સહકારથી આંખના સર્જન- હાડકાં- દાંત- બાળરોગ- કેન્સર- સ્ત્રીરોગ- એમડી અને રેલ્લાંવાડા ના ડૉ. ભાવેશભાઈ જૈનના સહકારથી સવારે ૯ વાગે રેલ્લાવાડા હાઈસ્કૂલમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સૌ પ્રથમ પી આર ઓ બી પી બામણીયા એ સર્વરોગ નિદાન ના હેતુ અને કાયદા સમજાવ્યા હતા . કેમ્પનું ઊધ્ધાટન. દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતુ અને કેમ્પ અંતર્ગત પ્રવચન કરી  પ્રસંગે ગ્રામજનો- અને વિશ્વકર્મા શામળાજી સંધના પૂર્વ સમુખ કિશોરભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહયા હતા. વિસ્તારમાં આંખો- હાડકાં- ચામડીના દર્દીઓ વધારે પ્રમાણમાં હોવાથી સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો . આંખોની તપાસ બાદ ચશ્માં રાહતદરે આપવામાં આવેલ હતા કેમ્પ ના અંતે 20 જેટલા આંખના દર્દીઓ ને જલારામ હોસ્પિટલ ખાતે દાખલ કરી સારવાર ચાલુ કરવામાં આવેલ છે તમામ દર્દીઓને જરૂરિયાન મુજબ દવાઓ અને સારવાર આપેલ છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button