
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૨ ફેબ્રુઆરી : અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ ડી.વી.હાઈ સ્કૂલ, અંજાર ખાતે યોજાઈ. જેમાં આશિર્વચન આપવા માટે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ગૌતમભાઈ જોષી એ હાજરી આપી હતી. અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના રાજ્યના, જિલ્લાના અને તાલુકા-નગરના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં અંજાર નગર અને તાલુકાના શિક્ષક ભાઈઓ તેમજ અન્ય વિભાગનાં કર્મચારીઓની કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં તુણા-દેવળીયા ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી. જેને અંજારના તમામ સરકારી કર્મચારીઓએ બહોળો ઉત્સાહ દાખવી આવકારી હતી. સંગઠનના રચનાત્મક કાર્યો થી પ્રેરાઈ ને જિલ્લા ફેર બદલીથી ગયેલ શિક્ષકો રોનકભાઈ પટેલ અને આદિત્યભાઈ ત્રિવેદી ટ્રોફી અને મેડલના દાતા રહ્યા હતા. સાથે સાથે જિલ્લા ફેર બદલીથી ગયેલ શિક્ષકો પટેલ નિર્મલસાગર અને સંજય પ્રજાપતિ ટુર્નામેન્ટ માટે વોલીબોલ ના દાતા બન્યા હતા. સંગઠનના હોદ્દેદાર કરસનભાઈ વાળા ખેલાડીઓ અને પ્રેક્ષકોને બેસવા માટે મંડપ સર્વિસની ખુરશીના દાતા રહ્યા હતા.આ કાર્યક્રમમાં મૂળજીભાઈ, ગઢવી, નયનભાઈ વાંઝા, અમરાભાઈ રબારી, રમેશભાઈ ગાગલ, મયુરભાઈ પટેલ, કાંતિભાઈ રોઝ, જખરાભાઈ કેરાસિયા, અમોલભાઈ ધોળકિયા, હરદેવસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અંજાર નગર અને તાલુકાના હોદ્દેદારો પિયુષભાઈ ડાંગર, વિપુલભાઈ ત્રિવેદી, હસુભાઈ પરમાર, વિનોદભાઈ હડિયા, કમલેશભાઈ નાયી, વનરાજ ઝીલરિયા,નરસિંહભાઈ ડાંગર અને અન્યોએ જહેમત ઉઠાવી હતી. આ સંપૂર્ણ આયોજનમાં શેઠ ડી.વી. હાઈ સ્કૂલ ના વર્ગ – ૨ આચાર્ય જયેશભાઈ પીઠડીયા, શિક્ષક રાહુલભાઈ નાઈ અને તેમની ટીમ એ ટુર્નામેન્ટ માટે ખડે પગે હાજર રહીને જરૂરી તૈયારીઓમાં ખૂબ જ સહયોગ કરેલ હતો. આગામી સમયમાં પણ સંગઠન આવા રચનાત્મક કાર્યક્રમો કરતા રહેશે એવી આપ સૌએ પ્રેરણા પુરી પાડી છે એવી લાગણી વ્યકત કરી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણકુમાર શાહની યાદીમાં જણાવેલ છે.











