BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગની ચિંતન સહ કારોબારી બેઠક ચિંતન ફાર્મ મધ્યે પ્રકૃતિના સાનિધ્યમાં યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ તા-22,એપ્રિલ  : આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ-સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક ગ્રાન્ટેડ સંવર્ગની ત્રિવેણી સંગમરુપ કારોબારી સહ ચિંતન બેઠક તેમજ જાગરણ પર્વ રામકૃષ્ણ ટ્રસ્ટ (ચિંતન ફાર્મ), કુકમા મધ્યે યોજવામાં આવેલ હતો. કારોબારી સહ ચિંતન બેઠકની શરૂઆત માં શારદે તેમજ માં ભારતીની છબી સમક્ષ પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઇ ચૌધરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ માં સરસ્વતી વંદના માધ્યમિક ગ્રાન્ટેડ મહિલા મંત્રી ડૉ પૂજાબેન જોષી દ્વારા કરવામાં આવેલ હતી. માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય વક્તા મુરજીભાઈ ગઢવી, મંચસ્થ મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓનુ હાર્દિક શાબ્દિક સ્વાગત કરેલ હતુ.ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર વ્યાપી સંગઠન તરીકે પરિચય આપી તેમાં જોડાયેલ દરેક કાર્યકર્તાઓએ અધિકારોની સાથે સાથે શિક્ષણ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના પોતાના કર્તવ્યોને પણ ધ્યાને લેવાની વાત કરેલ હતી. મુખ્ય વક્તા અને પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીએ સંગઠનની વિચાર ધારા, નીતિ રીતિ, ભાવિ યોજનાઓ, માતૃશકિતની સંગઠનમાં વિશેષ ભૂમિકા, લોકસભા ઇલેક્શન-૨૦૨૪ ની જાગરણ પર્વ તરીકે ઉજવણી અને સતત વિકસતા સંગઠન વિષે વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતુ. વચ્ચેના અડધો કલાકના અવકાશમાં તમામ કારોબારી સભ્યોએ રામકૃષ્ણ ટ્રસ્ટ (ચિંતન ફાર્મ) માં થતી પ્રવૃત્તિઓમાં સજીવ ખેતી, કૌશલ્ય વર્ધન કેન્દ્રો, ગૌ સંવર્ધન, સ્વદેશી હાટ મુલાકાત સાથે ઇન્ડિયા સે ભારત કી ઓર તેમજ સ્વતંત્રતાથી સ્વાધીનતા તરફના વિચારને વણી લેવાયેલ જોવા મળ્યો. અવકાશ બાદ કુદરતી સ્વાસ્થ્ય વર્ધક અર્જુન ચા પીધા બાદ બેઠકના બીજા દોરમાં સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગત કારોબારી બેઠકની મિનિટ્સનુ વાંચન કરેલ હતુ અને માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમારે સંગઠનની ગત વર્ષ થયેલ ધણીબધી રચનાત્મક પ્રવૃત્તિઓનુ વૃત રજૂ કરેલ હતુ. ત્યારબાદ ત્રણેય સંવર્ગના અધ્યક્ષ કલ્પેશભાઇ ચૌધરી, નયનભાઈ વાંઝા અને અલ્પેશભાઈ જાનીએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ જિલ્લા ટીમમાં રિક્ત સ્થાન પૂર્તિ તેમજ તાલુકા વિસ્તરણ રુપે સંયોજક અને સહ સંયોજકની ધોષણા કરેલ હતી. આ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ કારોબારી સભ્યો જોડાયા હતા. આભાર વિધિ પ્રાથમિક ગ્રાન્ટેડ મહામંત્રી હિતેશભાઇ સોલંકીએ કરેલ હતી, જેમા રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનોજભાઇ સોલંકીનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. પ્રાંતના પુનશીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર સાથે બેઠકનુ સમાપન કરવામાં આવેલ હતુ. તસવીરકારની ભૂમિકા નરેન્દ્રભાઈ રામનુજે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અમોલભાઈ ધોળકીયાએ કરેલ હતુ. અન્ન ભેગા એના મન ભેગા આ વિચાર સહ બેઠકના અંતે ચિંતન ફાર્મ મધ્યે કુદરતના સાનિધ્યમાં સમૂહ ભોજનનુ આયોજન પણ કરવામાં આવેલ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!