વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ ડિસેમ્બર : સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધી શિક્ષકોની ધટની કાયમી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા બાબતે અધ્યક્ષ/મહામંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઇ દવે, પ્રધ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજાને ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા આવેદન પત્ર આપી કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષક ઘટની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ સંદર્ભે અમુક મુદ્દાઓ સાથે રજૂઆત કરાયેલ હતી. 1. શિક્ષણ વિભાગ દ્વારા આગામી પ્રાથમિક-માધ્યમિક ભરતીઓમાં કચ્છ જિલ્લામાં વધુ જગ્યાઓ ફાળવવા 2. સ્થાનિક બોલી/ભાષા અને વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ તેમજ સંવેદનશીલ સીમાની દ્રષ્ટિએ સ્થાનિક ભરતીની ખાસ કિસ્સામાં જોગવાઈઓ થાય. 3. સ્થાનિક ઉમેદવારોની ઉંમર મર્યાદામાં વિશેષ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે. 4. વાર્ષિક પરીક્ષા પદ્ધતિ અને સેમેસ્ટર સિસ્ટમ વચ્ચે ખાલી જગ્યાઓની સમાન ભાગે ફાળવણીની જોગવાઈ થાય. 5. કચ્છના સ્થાનિક ક્વોલીફાઈડ જ્ઞાન સહાયકોની કાયમી ભરતી સ્થાનિક કક્ષાએ ખાસ કિસ્સામાં કરવાની જોગવાઈ કરવામા આવે. 6. ખાલી પડેલ જગ્યાઓ પર વર્ષમાં બે વાર બે સત્ર દરમિયાન કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. 7. સરહદી જિલ્લો હોવાને લીધે કચ્છના અમુક અંતરિયાળ તેમજ દૂરવર્તી તાલુકાઓ જેવા કે લખપત, અબડાસા જયાં શિક્ષકોની કાયમી ધટ રહે છે, ત્યા સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવુ અથવા 50% સ્થાનિક ઉમેદવારોને અનામતનો લાભ આપવો. 8. સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં શિક્ષકો માટે ખાસ ભથ્થાની જોગવાઈ કરવા, વગેરે મુદ્દાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે તે બાબતે લોક પ્રતિનિધિઓનુ ધ્યાન દોરી કચ્છના શિક્ષણ જગતને થાળે પાડવા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરવા વિનંતી કરાયેલ હતી. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લા તેમજ તાલુકાઓના તમામ સંવર્ગોના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ સાથે રહી પોત પોતાના મત વિસ્તાર તેમજ જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપી કચ્છમાં શિક્ષકોની કાયમી ધટની સમસ્યાને સરકાર સુધી પહોંચાડી કાયમી નિવારવા લેખિત સહ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ હતી તેમજ અધ્યક્ષ/મહામંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતને પણ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ હતી, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.