ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – વડથલી થી વાઘપુર રોડ પર નિલગીરીના ઝાડ કટીંગના આક્ષેપો, વનવિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ- જાગૃત નાગરિકે આપવિતી જણાવી 

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર

મેઘરજ – વડથલી થી વાઘપુર રોડ પર નિલગીરીના ઝાડ કટીંગના આક્ષેપો, વનવિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ- જાગૃત નાગરિકે આપવિતી જણાવી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વડથલીથી વાઘપુર રોડ તરફ જતા માર્ગ પર નિલગીરીના ઝાડ કપાતા હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે રસ્તાની બાજુમાં ત્રણ જેટલા નિલગીરીના ઝાડ કપાયેલા હાલતમાં જોવા મળતાં અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અગાઉ પણ નિલગીરીના ઝાડ કાપવાની ઘટનાઓ બની હોવાનો અનુમાન છે. ખાસ કરીને રાત્રિના સમયે ઝાડ કાપવામાં આવતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે ગેરકાયદેસર કટીંગ થતું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

ઝાડ કાયદેસર રીતે કપાયા છે કે પછી ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યા છે તે અંગે હાલ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, સમગ્ર મામલે વનવિભાગ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી વધુ માહિતી માટે મેઘરજ વનવિભાગના અધિકારીનો ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન રીસીવ કરવામાં આવ્યો ન હતો.સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે તાલુકાના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે લાકડાની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં વનવિભાગ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે વનવિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.હાલ સમગ્ર મામલે સ્થાનિક લોકો વનવિભાગ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!