BANASKANTHAGUJARAT

ઓગડ તાલુકાના ટોટાણા મા અમર સદારામ લાઈબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ ટોટાણા ગામને દત્તક લેવાની જાહેરાત કરી.

ઓગડ તાલુકાના ટોટાણા મા અમર સદારામ લાઈબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
—————————————-
પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ ટોટાણા ગામને દત્તક લેવાની જાહેરાત કરી.
—————————————-

ઓગડ તાલુકાના સંતશ્રી સદારામ બાપાની પાવન ભૂમિ ટોટાણા ધામમા અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને બાપા સદારામ યુવક મંડળ દ્વારા અમર સદારામ લાઈબ્રેરીનું ભવ્ય પરમ પૂજ્ય દાસબાપુના વરદ હસ્તે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી,કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, બ.કાં.જી.કે.ટી.એસ.પ્રમુખ ડી. ડી.જાલેરા,કપૂરજી ઠાકોર, અસાલડી સરપંચ પોપટજી ઠાકોર,બનાસબેંક ઈન્સ્પેક્ટર સી.વી.ઠાકોર,બચુજી ઠાકોર, બલાજી રાઠોડ ઈન્દ્રામણા, ટોટાણા તલાટી આરતીબેન ચૌધરી,સરપંચ ભાવેશજ઼ી ઠાકોરની ઉપસ્થિતિમાં શાસ્ત્રી અશોકભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિતિ મહાનુભાવોને બાલિકાઓએ કંકુતિલક કરી અનુપજી જાલેરા અને વકીલ સુરેશજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા આવકારી બાપા સદારામ યુવક મંડળની ટીમ દ્વારા ફુલહાર પહેરાવી પૂજ્ય સદારામ બાપુની છબી આપી સન્માન કર્યું હતું. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે આ પાવન ભૂમિ મા લાઈબ્રેરી થકી શિક્ષણનો વ્યાપ વધશે, દીકરા દીકરીઓને વારસામાં શિક્ષણ આપજો,ડી.જે.ના વરઘોડા તો ઘણા જોયા પણ શિક્ષણનો વરઘોડો જોઈ મને અતિ આનંદ થયો તેમ જણાવ્યું હતું.પાંચ લાખ સદારામ આશ્રમ માં અને પાંચ લાખ લાયબ્રેરીમાં આપવાની તેમજ ટોટાણા ગામને દત્તક લેવાની ભરતસિંહે જાહેરાત કરી હતી. કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ટોટાણા ધામના વિકાસ માટે પૂરો સહયોગ આપવા ખાત્રી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક કે.જે.જાલેરા અને આચાર્ય ડી.કે. ઠાકોરે કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!