GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અંબાલા ગામે જૂના ઝગડાની અદાવતે લોખંડની પાઇપથી મારમારી પેટ્રોલ છાંટી મારી નાખવાની ઘમકી આપતા બે ઇસમો સામે નોંધાઇ ફરિયાદ.

 

તારીખ ૦૮/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના અંબાલા ગામે જૂના ઝગડાની અદાવતના અંબાલા કેનાલ ઉપર ફોન કરી બોલાવી સ્વિફ્ટ ગાડી અથડાવી ઇજા પહોંચાડી તેમજ બે ઇસમોએ લોખંડની પાઇપથી માર મારી બન્ને હાથે તથા બન્ને પગે ઈજાઓ પહોંચાડી ગાળાગાળી કરી પેટ્રોલ થી સળાગાવી દઈશું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કાલોલ પોલીસ સ્ટેશનમાં બે ઇસમો સામે નોંધાઈ ફરિયાદ.

વાઘોડીયા તાલુકાના હાંસાપુર દાદા ફળીયા ખાતે રહેતા નારણસિંહ માનસિંહ ચૌહાણ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર ગઇ તારીખ ૦૫/૦૧/૨૦૨૬ ના રોજ ફરિયાદી નારણસિંહ ચૌહાણ પોતાના સસરાના ઘરે અંબાલા તાલુકો કાલોલ ખાતે પોતે અને છોકરો સંજય એમ બન્ને આવેલ હતા. તે દરમ્યાન સાંજના સાડા છએક વાગ્યાના સુમારે સંજય નર્મદા કેનાલ બાજુ બાઇક લઈને ફરવા ગયેલ હતો. તે સમયે ફરિયાદી ના છોકરા ઉપર વાઘોડીયા તાલુકાના હાસાપુર ગામના અનીલકુમાર રામસિંહ ચૌહાણ નો ફોન આવેલ અને સંજયને જણાવેલ કે તુ ક્યા છે. એમ પુછતા સંજયે જણાવેલ કે હુ અંબાલા કેનાલ પર ઉપર ઉભો છું. ત્યાર પછી થોડીવારમાં આશરે સાતેક વાગ્યાના સુમારે અનીલ તથા તેનો સાળો શૈલેષ ઉર્ફે નાથો તખતસિંહ રાઠોડ એમ બન્ને જણા અનીલ ની ક્વિફ્ટ ગાડી નંબર જી.જે.૦૬ પી.જી.૫૫૨૦ ની લઇને આવેલ અને સંજયને અથડાવી ઇજા કરી ગાડીમાથી લોખંડની પાઈપ સાથે નિચે ઉતરી આ બન્ને ઇસમોએ લોખંડની પાઈપથી સંજય ને માર મારતા સંજયને બન્ને હાથે તથા બન્ને પગે ઈજાઓ પહોંચી હતી જ્યાં આજુબાજુથી માણસો આવી જતા વધુ માર માથી સંજયને છોડાવેલ અને આ બને ઇસમો સ્થળ પરથી જતા જતા સંજયને કહેલું કે તને પેટ્રોલ થી સળગાવી દઇશું તેવી ધમકી આપતા ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!