GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બિલ્ડરો દ્વારા થતા ગેરકાયદે બાંધકામો હટાવવા કોંગ્રેસની મ્યુનિ.કમિશનરને રજુઆત

 

 

MORBI:મોરબીમાં બિલ્ડરો દ્વારા થતા ગેરકાયદે બાંધકામો હટાવવા કોંગ્રેસની મ્યુનિ.કમિશનરને રજુઆત! ગેરકાયદે બાંધકામો થયા બાદ સામાન્ય લોકો તેને ખરીદે છે અને પાછળથી હેરાન થાય છે, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ!

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી


મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ચાલતાં ગેરકાયદેસર બાંધકામો અટકાવવામાં આવે જેથી સામાન્ય લોકો આવા ઘર ખરીદીને હેરાન ન થાય તે માટે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર બાંધકામો કરી રહ્યા છે અને આજે પણ ચાલુ છે. આવા બાંધકામ કરવા માટે બિલ્ડરોએ કોઈ અધિકૃત અધિકારીઓની મંજુરી લીધેલી નથી. તેમ છતાં પણ આવા બિલ્ડરો ચાલુ બાંધકામે ગરીબ-મધ્યમ વર્ગના લોકો, નાના-મોટા વેપારીઓ, ગામડાના ખેડુતોને વિશ્વાસમાં લઈ વેચાણ કરે છે. આવા ગરીબ-મધ્યમ વર્ગના લોકોએ વર્ષોથી ખેતમજુરી કે નાના-મોટા વેપાર ધંધા કરી પોતાની મહેનતથી મરણ મુળી એકઠી કરેલી હોય છે. જે મરણ મુડી પોતાના સ્વપ્નનું ઘર ખરીદવામાં ખર્ચ કરે છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ જે સ્વપ્નનું ઘર ખરીદવામાં આવેલ છે તે ઘરની કોઈ પણ પ્રકારની મંજુરી લીધેલી નથી. માત્રને માત્ર બિલ્ડરો કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર ગેરકાયદેસર બાંધકામો કરી નફો કમાવવા માટે ઈરાદાપૂર્વક લોકોને આવા મકાનો સોપી આપે છે.
મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતા બાંધકામ દુર કરવા માટે આપના તરફથી નોટીસ આપવામાં આવેલ છે કે કેમ…? જો નોટીસ આપવામાં આવેલ હોય તો આપની કચેરી તરફથી શું પગલા લેવામાં આવેલ છે…? કે પછી માત્રને માત્ર કોણીએ ગોળ જ લગાડવામાં આવેલ છે. આપ તરફથી જો બિલ્ડરો દ્વારા થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરાવવામાં આવતા ન હોય તો પછી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને બિલ્ડરો દ્વારા જાણી જોઈને મંજુરી વગર સોપવામાં આવેલ બાંધકામો દુર કરવા નોટીસ શા માટે.? આ રજુઆતને ધ્યાને લઈ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ બાંધકામો અટકાવવા તેમજ તળાવો કે પાણીના નિકાલ ઉપર બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે તેવી માંગણી કરી છે. અહીં એ વાત જણાવી દઈએ કે કોઈ પણ બાંધકામ નાં અમુક ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તાર હોય તો બાંધકામ શરૂ કરતાં પહેલાં રેરા માં રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે . પણ મોરબીમાં એક કે બે નેં બાદ કરતાં કોઈ પણ બાંધકામ રેરા માં રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તે હક્કીકત છે. ત્યારે ઘણા બુધ્ધિજીવી લોકો કટાક્ષ કરતા બોલે છે કે રેરા નાં કાર્યક્ષેત્ર માં મોરબી નથી આવતું! જો રેરા માં રજીસ્ટ્રેશન થાય તો લોકો સાથે છેતરપિંડી બનાવ નહીં બને પણ એક હકીકત છે.

Back to top button
error: Content is protected !!