GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે સમસ્ત મહિયા ક્ષત્રીય સમાજ દ્વારા આયોજિત રાસોત્સવ માં બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા

કેશોદ ખાતે સમસ્ત મહિયા ક્ષત્રીય સમાજ દ્વારા આયોજિત રાસોત્સવ માં બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા

માં જગદંબા ની આરાધના રૂપ નવરાત્રી મહોત્સવ અંતર્ગત શ્રી સમસ્ત મહિયા ક્ષત્રીય સમાજ ના રાસોત્સવ માં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ કેશોદ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને સત્તા પક્ષ ના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનોને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અજયસિંહ દયાતર અને સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ અજીતસિંહ બાબરીયા અને યુવા શક્તિ ગ્રુપ તેમજ જ્ઞાતિ ના અગ્રણીઓ, યુવાનો અને બહેનો બહોળી સાંખ્ય માં ઉપસ્થિત રહ્યા હતા.કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રી રાસોત્સવ દરમ્યાન સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ નવરાત્રિમાં દિકરીઓએ તલવાર રાસ રજૂ કરી, દીકરીઓને રાષ્ટ્ર અને આત્મ રક્ષણ માટે લડાયક નીડર કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા બનાવવાનું ઘડતર કરવામાં આવ્યું માં શક્તિની આરાધના સાથે આધુનિક મ્યુઝિક સિસ્ટમના સંગાથે રાસ ગરબાની રમઝટ નો લ્હાવો કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં મહિયા રાજપૂત સમાજ ના પરિવારો આસ્થાભેર ઉઠાવી રહ્યાં છે. કેશોદ મહિયા રાજપૂત સમાજ દ્વારા જાજરમાન નવરાત્રિમાં સમગ્ર નગરના ભાવિકો અને ખેલૈયાઓ રાસ ગરબા રમી માં અંબેની આરાધનામાં સહભાગી થયા હતા. નવરાત્રિના નવલાં દિવસોમાં સમાજમાં સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે તલવાર રાસ અને તલવારબાજી ના કરતબો રજૂ કરનાર દીકરીઓને રાષ્ટ્ર અને આત્મ રક્ષણ માટે અભિગમને દીકરીઓ માટે અનોખા આશિષ સમાન ગણાવી નવતર પહેલને વડીલો આગેવાનો એ બિરદાવ્યા હતાં.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!