AMRELIDHARI

ગુજરાતમાં બની કલંકરૂપ ઘટના, બનેવીએ 11 વર્ષીય સાળી પર દુષ્કર્મ આચર્યું !!!

 છેલ્લા કેટલાક સમય રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. ક્યારેક ક્યારેક એવા કિસ્સા સમાજમાંથી બહાર આવે છે કે સંબંધો પરથી વિશ્વાસ ઉઠવા લાગે છે. ત્યારે અમરેલીના ધારીમાં આવી જ એક કલંકરૂપ ઘટના બની છે.  જેમાં બનેવીએ 11 વર્ષીય સાળી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ધારીમાં સગા બનેવીએ 11 વર્ષીય સગીર સાળીને લલચાવે ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાના પિતા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર સગીરા માતાનો માંડવો જોવા ગઇ હતી, તે દરમિયાન આરોપી બનેવી સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટનાની વિશે મોટી બહેનને જાણ કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે સગી મોટી બહેનને તેના પતિની કરતૂત અંગે જાણ હોવા છતાં નાની બહેનની મદદ કરી ન હતી.

પછી પીડિતાએ સમગ્ર ઘટના વિશે તેના પિતાને જાણ કરતાં સગીરાના પિતાએ જમાઇ વિરૂદ્ધ ફરિયાદ  નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે રોહિત મકવાણા નામના આરોપીની ધરપકડ પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછ તેણે સ્વીકાર્યું હતું કે તેણે તેની સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું છે. હાલ સગીરાને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી છે. પોલીસે આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!