વાત્સલ્યમ્ સમાચાર
રાજુલા એસટી ડેપોના આ કર્મચારીઓની પ્રમાણિકતા
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા એસટી ડેપો દ્વારા ચાલતી રાજકોટ જાફરાબાદ બસમાં એક પ્રવાસીનું પાકીટ પડી જવા પામેલ જેની અંદર રોકડ રકમ તેમજ ડોક્યુમેન્ટ્સ તેમજ અન્ય કાગળો પણ હતા જે આ બસના ડ્રાઇવરને જગદીશભાઈ મહેતા જેવો આ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે અને સાથે સાથે એક એક ક્લાકાર તરીકે પણ તેઓ આ વિસ્તારમાં લોકોના પ્રિય છે સાથે સાથે સાથે વાવેરા ગામે આવેલ રાંદલમાના મંદિરમાં પૂજારી તરીકે પણ તેઓ કામ કરી રહ્યા છે ત્યારે તેમણે આ પાકીટ મૂળ માલિક સુધી પહોંચે તેવા પ્રયત્નો કરેલા અને આ પાકીટ મૂળ માલિક સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા ત્યારે તેમણે આ મૂળ માલિકને આ પાકિટ પરત કરતા તેમને ડ્રાઇવર તેમજ કંડકટરનો નો આભાર વ્યક્ત કરેલો