AMRELIRAJULA

રાજુલા સાવરકુંડલા હાઈવે રોડ બન્યો ડિસ્કો રોડ….

રાજુલા સાવરકુંડલા હાઈવે રોડ બન્યો ડિસ્કો રોડ….

વિકાસ ની વાતો માત્ર્ કાગળ પર …

રાજુલા શહેર માં પણ ખાડારાજ

શહેરના અનેક વિસ્તારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ

શહેર ના પ્રાણ પ્રશ્ન કોઈ સાંભળનાર છે ખરું ?

પાલિકામાં સંપૂર્ણ બોડી બી.જે.પી.ની છતાં શહેરનો વિકાસ મૌન ..!!

રિપોર્ટર યોગેશ કાનાબાર

અમરેલી જિલ્લામાં રાજુલા સાવરકુંડલા હાઇવે અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે અને રાજુલા બાયપાસ માર્ગો ઉપર મસમોટા ખાડાઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ડાન્સ કરતા હોય તેવી રીતે અહીં વાહન ચાલકો જોખમી રીતે પસાર થય રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં વરસાદ બાદ તંત્ર અને માર્ગ મકાન વિભાગને માર્ગો પર ખાડાઓ બુરવા માટે રાજય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે પરંતુ અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓને જાણે પેટનું પાણી હલતું ન હોય તેવી રીતે અમરેલી જિલ્લામાં દયનિય સ્થિતિ સર્જાઈ છે રાજુલા સાવરકુંડલા હાઇવે ઉપર અંદાજે 50 થી વધુ ખાડાઓ હોવાને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વરસાદ બાદ અહીં કોઈ સમારકામ કરવામાં આવતું નથી દૂધ વેચાણ કરતા વાહન ચાલકો કહે છે ખાડાના કારણે દૂધ પણ માર્ગ ઉપર ઢોળાય છે અને અકસ્માતની ઘટનાઓ પણ બને છે તાકીદે સરકાર ખાડાઓ બુરે તેવી માંગ ઉઠી છે.
રાજુલા સાવરકુંડલા હાઇવે અને સાવરકુંડલા થી અમરેલી નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડાઓ અત્યંત માર્ગો ખરાબ બની રહ્યા છે જિલ્લાના મુખ્ય હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પણ આવીજ હાલત છે રાજુલા બાયપાસ વિસ્તારમાં પણ મોટા મોટા ખાડાઓ જોવા મળે છે બાઇક ચાલકો કહે છે વહેલી તકે ખાડાઓ બુરે નહિતર અકસ્માતની પુરી તૈયારીઓ જોવા મળી રહી છે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોનો એકજ સુર તાકીદે યોગ્ય રીતે ખાડાઓ બુરવામાં આવે તેવી માંગ કરવામાં આવે તેવી માંગ છે.
ચોમાસાની હજુ શરૂઆત સમયે પ્રથમ વરસાદે રોડ ઉપર ભયાનક સ્થિતિ સર્જાઈ છે તેવા સમયે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓ મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી હવે રાજય સરકારના આદેશ બાદ અમરેલી જિલ્લાના અધિકારીઓ પાલન કરશે કે કેમ તે તો આવનારો સમયજ બતાવશો ?
ત્યારે હાઇવે પર રોડમાં ખાડાઓ તો પડ્યા છે પરંતુ રાજુલા શહેરના મુખ્ય માર્ગોની પણ હાલત આવી છે રાજુલા મહુવા રોડ થી કોટેશ્વર મહાદેવના મંદિર સુધી એટલે કે આ શહેરનું મુખ્ય માર્ગ છે ત્યાં પણ ખાડા રાજ જોવા મળી રહ્યો છે રાજુલા શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે ત્યારે રાજુલા શહેરની નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પક્ષની હોય ત્યારે વિકાસ ક્યાં ?
ચૂંટણી સમયે અવનવા વજનો આપ્યા બાદ અત્યારે રાજુલા શહેરના નગરજનો આ ખાડા રાજમાં જીવી રહ્યા છે ત્યારે શું રાજુલા નગરપાલિકાની તેમજ દ્વારા આ બાબતે કંઈ કરવામાં આવશે કે કેમ ?
હાલમાં ચોમાસુ શરૂ થયું છે રાજુલા ના બંને ડેમો ભરાઈ ચૂક્યા છે છતાં રાજુલા શહેરમાં ચાર દિવસે અને પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે રાજુલા શહેરના નગરજનોમાં લોકમુકે એક જ ચર્ચાથી વિગત કે હવે રજૂઆત કરવી કોને ?

Back to top button
error: Content is protected !!