પંચમદા લાયન્સ દ્વારા આણંદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુસ્લિમ યુવા શિક્ષક ઈમરાનભાઇને સન્માનિત કરવામાં આવ્યા

તારીખ ૦૮/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા અને નવરચના પ્રથામિક શાળા સાવલીવાડ ગોધરામા શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ઈમરાનભાઇ ને ખેડા, દાહોદ પંચમહાલ મહીસાગર આણંદ પંચમાહાભુતીમા આણંદ સરદાર વલ્લભભાઈ પટેલ ચંચળબા ઓડિટોરિયમ ખાતે એ. પી. યુનિવર્સિટીના વાઈસ ચેલેન્જરના અધ્યક્ષ નિરંજનભાઈ પટેલ, જે. વી ત્રિવેદી અને હેમંતભાઈ વર્મા વગેરે જેવા અધિકારીઓએ શિક્ષક ઈમરાનભાઇ ને પંચમહાલ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ ચંચળબા ઓડિટોરિયમ ખાતે 30 શિક્ષકોને ચરોતર પંચમદા સમારોહ ચેરમેન કમલેશભાઈ સુખડીયા, કન્વીનર ધનશ્યામભાઈ પરમાર અને કો. ઓડિનેટર હેમંત ભાઈ પરીખ, અનિરુધ્ધભાઈ ઉપાધ્યાય અને હેમંત ભાઈ વર્માએ 30 શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડથી આણંદ ખાતે કરવામાં આવ્યા છે. જેમા નવરચના પ્રાથમિક શાળા સાવલીવાડ ગોધરાના મુસ્લિમ સમાજનો યુવા શિક્ષક પંચમાહાભુતીમા આણંદ સરદાર વલ્લભભાઈ પટેલ ચંચળબા ઓડિટોરિયમ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. જે ધણા એવોર્ડ, મોમેન્ટ, ટ્રોફી અને રોકડા અને શાલ ઓઢાડી સન્માન થયા છે.
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માનિત સમારોહમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચંચળબા ઓડિટોરિયમ આણંદ ખાતે આવેલા અધિકારીઓ, એ. પી. યુનિવર્સિટીના વાઈસ ચેલેન્જર અધ્યક્ષ નિરંજનભાઈ પટેલ,પંચમદા પરિવાર આવેલા સન્માનિત થયેલ શિક્ષકોએ શિક્ષક ઈમરાનભાઇના કર્યોને જોઈ ભાવુક બની ગયા હતા જે આજના યુગમાં સાચા અર્થમાં શ્રેષ્ઠ વિચારધારા અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે ખુબ ઉમદા કાર્ય કર્યું છે તે બદલ તમામ અધિકારીઓએ ખુબ બિરદાવ્યા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરનાં ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી અને શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત તમામ શિક્ષકોએ આવેલા મહાનુભાવ મહેમાનોએ શિક્ષક ઈમરાનભાઇ ને અભિનંદન પાઠવ્યા હતા જે ખરેખર સરાહનીય કામગીરી છે ગોધરા શહેરનું નામ રોશન કર્યું છે.







