સાવરકુંડલામાં વટ સાવિત્રી વ્રત ની ભવ્ય ઉજવણી
સાવરકુંડલા માં વટ સાવિત્રી વ્રત શ્રદ્ધાનો સંગમ સૌભાગ્યનું વરદાન નિમિતે મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજન અર્ચન કર્યું.
પતિના દીર્ધાયુ માટે મહિલાઓ ત્રણ દિવસ ઉપવાસ રાખશે વડ ને પ્રદીક્ષિણા કરવામાં આવી.
સાવરકુંડલા શહેર ના જેસર રોડ સરદાર ભવન પાસે બાપા સીતારામ ની મઢુંલી ખાતે ગોરાણી માઁ રેખાબેન યોગેશભાઈ પંડ્યા દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓને વડ સાવિત્રી નું પૂજન, અર્ચન, વાર્તા, આરતી કરાવી હતી વડ સાવિત્રી નું વ્રત હિંદુ ધર્મમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે જે જેઠ મહિનાની પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વ્રત પરિણીત મહિલાઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે રાખવામાં આવે છે. આ દિવસે, મહિલાઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે અને વડના વૃક્ષની પૂજા કરે છે. વડ સાવિત્રી વ્રત દેવી સાવિત્રી અને સત્યવાનની કથા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પૌરાણિક કથા અનુસાર, સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવવા માટે આ વ્રત કર્યું હતું. તેમની શ્રદ્ધા, નિષ્ઠા અને તપસ્યાથી પ્રસન્ન થઈને યમરાજે સત્યવાનને પુનઃજીવિત કર્યા હતા. ત્યારથી, આ વ્રત મહિલાઓ માટે અતૂટ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક બની ગયું છે.વડ સાવિત્રીના દિવસે મહિલાઓ વડના વૃક્ષની આસપાસ સૂતરનો દોરો વીંટીને પરિક્રમા કરે છે.
વડના વૃક્ષને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે પૂજામાં ફળ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પૂજા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે વાર્તાનું પઠન કરવામાં આવે છે આ વ્રત દ્વારા મહિલાઓ પોતાના ઘુમ્પત્ય જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે. તે પતિ-પત્નીના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને પરસ્પર પ્રેમ અને સમજણને પ્રોત્સાહન આપે છે.
ફોટો / રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી (જર્નાલીસ્ટ)