AMRELIBABRA

ગુજરાત પોલીસની છબીને કલંકિત કરતી ઘટના, પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

ગુજરાત પોલીસની છબીને કલંકિત કરતી એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવિરાજસિંહ ચૌહાણ નામનો આ પોલીસકર્મી છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. આ સગીરાના પિતાની ફરિયાદના આધારે, નરાધમ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો (POCSO) અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!