GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ-બાઈક લઇને જતા મજૂરો આગળ ગાય આવી જતા અકસ્માત સર્જાયો,એકને વધુ ગંભીર ઈજાઓ થતા વડોદરા રીફર કરાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૬.૨૦૨૪

વડોદરા ની એક બાંધકામ સાઇટ ઉપર કડીયા કામ કરતા હાલોલ તાલુકાના મોટી ઉભરવન ગામના બે અને ભીખાપુરનો એક કારીગર ઘરે આવ્યા હતા.અને ગત રાત્રે મોટરસાયકલ ઉપર પરત વડોદરા જવા નીકળ્યા હતા.ત્યારે પાવાગઢ ઘોઘંબા રોડ ઉપર જુમ્મા મસ્જિદ પાસે તેમની બાઇક આગળ ગાય આવી જતા થયેલા અકસ્માત માં બાઇક સહિત ત્રણે કારીગરો રોડ ઉપર ઢસડાયા હતા.ત્રણે ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.હાલોલ તાલુકાના મોટી ઉભરવન ગામના જેસીંગભાઇ ભૂલસિંગભાઈ રાઠવા અને વઘડભાઈ રામાભાઇ રાઠવા વડોદરા ની એક બાંધકામ સાઇટ ઉપર કડીયા કામ કરે છે. તેઓ જેતપુર પાવી તાલુકાના ભીખાપુરા ગામના તેમના અન્ય એક કારીગર મિત્ર મહેશ ઠાકોરભાઈ નાયક સાથે વડોદરા થી વતન એમના ઘરે આવ્યા હતા.ગત રાત્રે તેઓ બાઇક ઉપર પરત વડોદરા જવા નીકળ્યા હતા.ત્યારે પાવાગઢ નજીક રાત્રે અંધારામાં તેમની બાઇક સામે ગાય આવી જતા તેઓ બાઇક સાથે ગાયમાં અથાડાયા હતા અને રોડ ઉપર ઢસડાયા હતા. અકસ્માત બાદ રાહદારીઓ એ 108 એમ્બ્યુલન્સ બોલાવતા તમામ ને સારવાર માટે હાલોલ લાવવામાં આવ્યા હતા.જોકે હેલ્મેટ વગર અને તે પણ ત્રણ સવારી મોટરસાયકલ ચલાવી રાત્રી ના સમયે વડોદરા જવા નીકળેલા આ ત્રણે પૈકી જેસીંગ રાઠવા ને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની ફરજ પડી હતી અને વઘડ રાઠવા અને મહેશ નાયકને સામાન્ય ઇજાઓ પહોંચતા તેઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button