વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વાંસદા તાલુકાનાં ધાકમાળ તરફથી સાપુતારા તરફ જઈ રહેલ અર્ટીગા કેટ.ન.જી.જે.21.સી.ઈ.2041 જેનો સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીક ચઢાણવાળા માર્ગમાં અચાનક મોસમ તૂટી જતા રિવર્સમાં પાછળ જઈ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં અર્ટિગા ગાડીને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે અર્ટિગા ગાડીમાં સવાર ત્રણ ઇસમોને નાની મોટી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..