BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી રેડ:ઊનની આડમાં લઈ જવાતો 70 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. ટીમે મૂલડ ટોલ પ્લાઝા નજીક એક ટ્રકમાંથી 70.39 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા પ્રથમ ઊનનો જથ્થો મળ્યો હતો. વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ઊનની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 7,896 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક પીન્ટુ સિંહ નટુસિંગ રાવત (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો ગોવાથી કચ્છના ગાંધીધામ ખાતે પહોંચાડવાનો હતો. આ કેસમાં અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 90.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!