GUJARAT

ઝાલોદ તાલુકા નજીક ગામમાંથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી અને મદદ લીધી 

તા.૨૨.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ તાલુકા નજીક ગામમાંથી પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી અને મદદ લીધી

ત્યારબાદ તેઓએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા ને તેઓના પતિ જોડે પૈસા માંગ કરેલ જેથી બોલાચાલી થઈ હતી,જેથી તેઓના પતિ એ પીડિતા જોડે મારકૂટ કરી હતી અને પીડિતા જણાવે છે કે તેઓના દાદા સસરા એ પણ પીડિતા જોડે મારકૂટ કરી હતી અને તેઓના સાસરી પક્ષ ના લોકોએ તેઓની 8 માસની બાળકી તેઓને આપતા ના હતા જેથી તેઓના ઘરે પહોચ્યા બાદ તેઓના પતિ હાજર ના હતા અને તેઓના દાદા સસરા હાજર હતા તેઓને જણાવેલ કે પીડિતા તમારી પુત્રવધુ છે કે તમારે દીકરી સમાન છે બે પતિ પત્ની વચ્ચે કંઈ પણ ઝઘડો થાય તો તમે તેઓને સમજાવી શકો તમારી પુત્રવધુ ને પણ અને તમારા પુત્ર ને પણ, અને પીડિતાને આઠ માસની બાળકી છે તો બાળક જરૂર પડે આમ તમે માતા થી બાળકને દૂર કરો તો યોગ્ય નથી નાની બાળકી પર માતાના નો હક લાગે અને તમે આમ માતા પાસે થી બાળકી લઇ લો એ યોગ્ય નથી જેથી પીડિતા ના દાદા સસરા ને પોતાની ભૂલ સમજતા પીડિતા ને 8 માસ ની બાળકી સોંપી પીડિતા અને તેઓના પિયર પક્ષ એ 181 ની ટિમ નો આભાર માનેલ અને પીડિતા ના સાસરી પક્ષ ને સમજાવી સમાધાન કરેલ છે.

Back to top button
error: Content is protected !!