જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં ઓપનએર થિયેટર ખાતે તા. વાર્ષિક મહોત્સવ તથા ફેરવેલનો કાર્યક્રમ યોજાયો
12 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં ઓપનએર થિયેટર ખાતે તા. વાર્ષિક મહોત્સવ તથા ફેરવેલનો કાર્યક્રમ યોજાયો. વિદાય વેળા એવી વસમી હોય છે કે કઠણ હૃદય ના માનવીની પણ આંખો ભીની થઈ જાય છે,અહીં વિધાર્થીઓના શબ્દોએ સૌની આંખોભીની કરી દીધી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલા કૌશલ્યનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સોલો ડાન્સ,ગીત, બંસરીવાદન વગેર થી સૌ ને ડોલાવી દીધા હતા. આ કાર્યક્રમમાં કોલેજ નાપન્સિ.ડૉ સંતોષસિંહ ચૌહાણ સાહેબ હાજરરહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી જીવન ને સફળ બનાવવાની શુભેરછાઓ પાઠવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનિઝીલ ગુપ્તાએ આનંદપૂર્વક સુંદર રીતે કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.કલ્પના બી. ગાંવિત તથા ડૉ.ભારતી રાવત, ડૉ.વિજયભાઇ ૫ જાપતિ, તેમજ ડૉ.ન લેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કોલેજ પરિવારના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવાયો હતો. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રીએસ.જી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.