ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોકટરની ખાલી જગ્યા ભરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.
ધ્રાંગધ્રા અને હળવદ પંથકના અંદાજિત 125 ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ

તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા અને હળવદ પંથકના અંદાજિત 125 ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી 8 ડોક્ટરની ખાલી જગ્યા નહી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને સુરેન્દ્રનગર ખાતે જવું ખાલી જગ્યા ભરવાની માગ ઉઠી છે ધ્રાંગધ્રા રાજરાઈસિંહજી સિવિલ હોસ્પિટલ ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચેનું એક માત્ર સરકારી દવાખાનું છે જ્યાં છેલ્લા 15 વર્ષથી જરૂરીની ખાલી જગ્યાઓ ભરવામાં નથી આવતી જેથી સામાન્ય રોગોમાં જેવી બાબતમાં પણ દર્દીઓને સીધા જ સુરેન્દ્રનગર કે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવાની પ્રથા બની ગઈ છે અને એક દશક વટાવી ચૂકી છે ભૂતકાળમાં આરોગ્ય કલ્યાણ સમિતિ દ્વારા મોટુ જન આંદોલન પણ આજ માંગને લઈને થઇ ચૂક્યું છે જે બાદ હંગામી ડોકટર મુકવામાં આવ્યા હતાં અને સ્ટાફની ભરતી પણ કરવામાં આવી હતી પરંતુ માત્ર 3 વર્ષમાં ફરી પરિસ્થિતિ પહેલા જેવી જ બનતાં સામાજિક કાર્યકરો રોષે ભરાયા હતાં પૂર્વ આરોગ્ય મંત્રી આઈ.કે.જાડેજા દ્વારા ધ્રાંગધ્રા સિવિલમાં લાખો કરોડાનાં ખર્ચે સરકારમાંથી આપવામાં આવેલા આધુનિક ઉપકરણો માત્ર ડોક્ટરો નહીં હોવાના લીધે ધૂળ ખાઈ રહ્યા છે સામે ધ્રાંગધ્રા અને હળવદ પંથકના અંદાજિત 125 જેટલાં ગામડાઓ આરોગ્યલક્ષી સુવિધાઓ મળતી નથી અગાઉ ધ્રાંગધ્રાનાં સામાજિક કાર્યકરોએ ધ્રાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની જગ્યા ભરવા માટે વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.



