સરસ્વતી તાલુકાના શેરપુરા પ્રા.શાળાના શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક “નું સન્માન પત્ર તેમજ શીલ્ડ દ્વારા દ્વારા સન્માન કરાયું..
સરસ્વતી તાલુકાના શેરપુરા પ્રા.શાળાના શિક્ષકને "પ્રતિભાશાળી શિક્ષક "નું સન્માન પત્ર તેમજ શીલ્ડ દ્વારા દ્વારા સન્માન કરાયું..

સરસ્વતી તાલુકાના શેરપુરા પ્રા.શાળાના શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક “નું સન્માન પત્ર તેમજ શીલ્ડ દ્વારા દ્વારા સન્માન કરાયું..
રાધનપુરના વતની અને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા પે.સેન્ટરના શેરપુરા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષણમાં કરેલા નવીન પ્રયોગો,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ,સામાજિક ક્ષેત્રે આપેલ યોગદાન અને બાળકોને સુપાચ્ય શિક્ષણ કાર્ય આપવામાં તેમજ અન્ય સુચારૂ કરેલા કાર્યની નોંધ લઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ.ને.૨૦૨૪ -૨૦૨૫ માં સમગ્ર કાંસા ક્લસ્ટર ના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રજાપતિ નરેશકુમાર પ્રભુરામભાઈ ને જાહેર કરી પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન પત્ર અને શિલ્ડ ૭૬ માં પ્રજાસત્તાક ના પાવન દિવસે સવારે સરસ્વતી તાલુકા સંઘના પ્રમુખ ચિરાગભાઈ પટેલ,ઓઢવા અને કાંસા પે કેન્દ્ર શાળાના આચાર્ય તેમજ શેરપુરા શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ,કાંસા સી.આર.સી.બીરેનભાઈ વ્યાસ દ્વારા એનાયત કરવામાં આવતા શાળા પરિવાર તેમજ પ્રજાપતિ સમાજ શુભેચ્છાઓની વર્ષા વર્ષાવી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




