**ભુજ તાલુકાની શ્રી ભાનુશાલી લાલજી અરજણ અને શિવજી દેવજી હાઈસ્કૂલમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો**

**ભુજ તાલુકાની શ્રી ભાનુશાલી લાલજી અરજણ અને શિવજી દેવજી હાઈસ્કૂલમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો**
ભુજ, ૬ ઓગસ્ટ : ભુજ તાલુકાની શાશ્વતમ સંચાલિત શ્રી ભાનુશાલી લાલજી અરજણ અને શિવજી દેવજી હાઈસ્કૂલ ખાતે ૧૦૮ મોથાળા પી.એચ.સી. દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધોરણ ૭ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ૧૦૮ સેવા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ૧૦૮ સેવાની કાર્યપદ્ધતિ, ઇમરજન્સી પરિસ્થિતિમાં ૧૦૮ પર કેવી રીતે અને ક્યારે કોલ કરવો તથા એમ્બ્યુલન્સ દ્વારા પૂરી પાડવામાં આવતી નિઃશુલ્ક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ માર્ગદર્શન પાયલોટ પીન્કેશ પ્રજાપતિ, ઈ.એમ.ટી. અંજુબેન કંકોડિયા દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કાર્યક્રમમાં સક્રિય રસ દાખવ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા





