DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરો. માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું 

તા.૦૧.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકરો. માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધે ગાર્ડન રળીયાતી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કોંગ્રેસના કાર્યકરોને ટ્રેનિંગ આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ ને ધ્યાને રાખી પાર્ટીના કાર્યકરોમાં આગામી ચૂંટણીઓને લઈ જુસ્સો ઉભો થાય તે આશયથી કાર્યકરોમાં ઉત્સાહ વધે અને ચૂંટણીલક્ષી કાર્યને વેગવંતુ બનાવી શકાય તે માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય તરફથી માસ્ટર ટ્રેનરો દ્વારા કાર્યકરોને કોંગ્રેસનો ઇતિહાસ તથા આપેલ બલિદાનો થી કાર્યકરોને જાગૃત કરવામાં આવ્યા અને આગામી ચૂંટણીઓમાં કાર્યકરોએ કઈ રીતે કાર્ય કરવું તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી આ ટ્રેનિંગ તાલીમ દરમિયાન દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ શરૂઆતમાં સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે માજી સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, માજી ધારાસભ્ય વજેસિંહભાઈ પણદા, રઘુભાઈ મછાર, સંજયભાઈ નીનામા જિલ્લાના શહેર તાલુકા પ્રમુખ, પ્રમુખ વોર્ડ, સમિતિના પ્રમુખો વોર્ડ,  પ્રમુખ વોર્ડ ઇન્ચાર્જ, સંયોજક સહસંયોજક કન્વીનરો તથા જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો તેમજ કાર્ય કરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!