

ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકે આવેલી MGVCL કચેરી ખાતે ગત રાત્રે આશરે 10:30 વાગ્યાના અરસામાં વીજ વાયરોની વચ્ચે લગભગ 8 ફૂટ લાંબો અજગર જોવા મળતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ તાત્કાલિક શિનોર વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમનો સંપર્ક કરતાં ટીમના સંજય ખત્રી અને અનિલ તડવી તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા.
ભારે જહેમત બાદ ટીમે વીજ વાયરોની વચ્ચેથી આશરે 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
ત્યારબાદ શિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરાયેલા અજગરને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કામગીરી દરમિયાન હાજર MGVCLના કર્મચારીઓએ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમની ઝડપી અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી તેમજ તેમની કામગી


