GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાનોડ ગામ ખાતે મેગા હેલ્થ કેમ્પમાં અંદાજીત ત્રણ સો ઉપરાંત જરૂરતમંદ લાભાર્થીઓ એ લાભ લીધો
તારીખ ૩૦/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાનોડ ગામની શ્રી કે.કે.વિદ્યામંદિર ખાતે એસ.એમ.એફ.જી.ઇન્ડિયા ક્રેડિટનાં સહયોગથી અને ગોધરા હેલ્પએજ ઇન્ડિયા એમ.એચ.યુ. દ્વારા મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચર્મરોગ નિષ્ણાંત ડોક્ટર ધ્રુવ પટેલ, બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ગિરીશ પ્રજાપતિ તથા સામાન્ય રોગોના નિરાકાર માટે ડોક્ટર જે.જે. શ્રીમાળી હાજર રહ્યા હતા. આ કેમ્પ માં તાલુકાના કાનોડ તથા તેની આજુ બાજુ નાં લગભગ ૧૦ જેટલા ગામના આશરે ૩૦૦ થી ૩૫૦ જેટલા જરૂરતમંદ લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે આરોગ્ય તપાસ તથા દવા વિતરણ કરવામાં આવી હતી.