ARAVALLIGUJARATMODASA

અરવલ્લીના ધનસુરા તાલુકામાં શ્રી કૃષ્ણ સખી મંડળ ગુજરાત સરકારની સફળ સખી મંડળ યોજનાનું ઉદાહરણ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના ધનસુરા તાલુકામાં શ્રી કૃષ્ણ સખી મંડળ ગુજરાત સરકારની સફળ સખી મંડળ યોજનાનું ઉદાહરણ

સખી મંડળની પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન શ્રી કૃષ્ણ સખી મંડળ ધનસુરા ગુજરાત સરકારની સખી મંડળ યોજના મહિલાઓનું માટે આર્થિક સ્વાવલંબનનો આધાર

ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરામાં શ્રી કૃષ્ણ સખી મંડળ એક ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે, જે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનની સફળતાની ગાથા રજૂ કરે છે. આ સખી મંડળની બહેનો નવરાત્રી માટે આકર્ષક અને અનોખી ડિઝાઇનની ચણીયાચોળી તૈયાર કરીને વેચાણ કરે છે, આ મંડળ ગુજરાત સરકારની સખી મંડળ યોજના હેઠળ કાર્યરત છે, જે મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા અને તેમની કુશળતાને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવી છે.

શ્રી કૃષ્ણ સખી મંડળની બહેનો,પોતાની કલાત્મક કુશળતા અને સમર્પણથી ચણીયાચોળીની અવનવી ડિઝાઇન બનાવે છે. સરસ્વતીબેન જણાવે છે કે, “અમે ગ્રાહકોની માંગ મુજબ વિવિધ પ્રકારની ચણીયાચોળી સીવીએ છીએ, જે નવરાત્રીના ગરબા માટે ખાસ બનાવવામાં આવે છે. અમારું લક્ષ્ય એ છે કે દરેક મહિલા પોતાને આકર્ષક અને વિશિષ્ટ લાગે.” આ બહેનો દ્વારા બનાવેલી ચણીયાચોળીની ખાસિયત તેની ગુણવત્તા, અનોખી ડિઝાઇન અને સ્થાનિક સંસ્કૃતિનો સમન્વય છે,જે ગરબાના ઉત્સાહને વધુ રંગીન બનાવે છે.

આ મંડળ દ્વારા નવરાત્રી પહેલાં ચણીયાચોળીનું એક્ઝિબિશન યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે અને આ બહેનોની કલાની પ્રશંસા કરીને ખરીદી કરે છે. આ એક્ઝિબિશન માત્ર વેચાણ માટે જ નહીં, પરંતુ સ્થાનિક મહિલાઓની પ્રતિભાને ઉજાગર કરવાનું પણ માધ્યમ બન્યું છે. આ ઉપક્રમથી બહેનોને આર્થિક આધાર મળે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.ગુજરાત સરકારની સખી મંડળ યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને તાલીમ, નાણાકીય સહાય અને બજારની તકો પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ પોતાની કુશળતાનો ઉપયોગ કરીને આજીવિકા મેળવી શકે.આ સખી મંડળની બહેનોની મહેનત અને સર્જનાત્મકતા નવરાત્રીના ઉત્સવને વધુ રંગીન બનાવે છે અને સાથે જ મહિલા સશક્તિકરણનું એક પ્રેરણાદાયી ઉદાહરણ ઊભું કરે છે.

Back to top button
error: Content is protected !!