DAHODGUJARAT

બેંક ઑફ બરોડા, દાહોદ ક્ષેત્ર અને જિલ્લા વિકાસ અધિકારી મહીસાગર જિલ્લાના વચ્ચે ૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ એક મહત્વપૂર્ણ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યુ

તા.૦૨.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:બેંક ઑફ બરોડા, દાહોદ ક્ષેત્ર અને જિલ્લા વિકાસ અધિકારી મહીસાગર જિલ્લાના વચ્ચે ૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ એક મહત્વપૂર્ણ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સમજૂતીનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને ઉચ્ચ ગુણવત્તાની બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. તમામ સરકારી કર્મચારીઓ હવે પોતાનું પગાર ખાતું બેંક ઑફ બરોડામાં ખોલી શકશે અને તેને લઈને અનેક વિશિષ્ટ લાભો મેળવી શકશે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, IAS અને બેંક ઑફ બરોડા, દાહોદ ક્ષેત્રના પ્રદેશ વડા રામ નરેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ આ સમજૂતીને સરકારી કર્મચારીઓના આર્થિક કલ્યાણ માટેનું મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું હતું. આ ભાગીદારી અંતર્ગત કર્મચારીઓને શૂન્ય જમા બેલેન્સ ખાતું, જીવીતકાળ માટે મફત રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ, અસિમિત એટીએમ ટ્રાન્ઝેક્શન, ઓછા વ્યાજદરે લોન, ₹ ૧ કરોડનું અકસ્માત વીમા કવર, ₹૧.૨૫ કરોડનું વ્યકિતગત અકસ્માત વીમા કવર, ₹ ૨૫ લાખ સુધીનો આરોગ્ય વીમો અને ₹ ૧૦ લાખ સુધીનો ઉચ્ચ અભ્યાસ વીમો જેવી અનેક આધુનિક અને ઉપયોગી સુવિધાઓ મળશે.આ પહેલ એક તરફ જ્યાં કર્મચારીઓ માટે પગાર વ્યવસ્થાપન સરળ બનાવશે, ત્યાં બીજી તરફ બેંક ઑફ બરોડાની રિટેલ જમા અને ઋણ પોર્ટફોલિયોને પણ મજબૂતી આપશે. સરકાર અને બેંક વચ્ચેની આ ભાગીદારી આગામી દિવસોમાં વધુ ઉપયોગી સાબિત થશે

Back to top button
error: Content is protected !!