NAVSARI

નવસારી જિલ્લાનાં પુરગ્રસ્ત વિસ્તારમાં ડોર ટુ ડોર હેલ્થ સર્વેની કામગીરી હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના પુર પ્રભાવિત ગામોમાં જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા  સઘન આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી  છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન અને સતત સુપરવીઝન હેઠળ નવસારી જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તરમાં આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર હેલ્થ સર્વેની  કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા આરોગ્યની તપાસ,  જયાં જયાં પાણી ભરાયેલ છે તેવી જગ્યાઓમાં બળેલું ઓઇલ, જંતુનાશક દવાઓનો છંટકાવ અને પીવાના પાણીમાં કલોરીનેશનની કામગીરી કરવામાં આવી છે.                                             

Back to top button
error: Content is protected !!