કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કાર્યક્રમ યોજાયો
તારીખ ૦૧/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
બાળકો દેશના જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સાહિત્યિક,ભૌગોલિક,ઐતિહાસિક,સામાજિક વગેરે જેવી ભિન્ન ભિન્ન બાબતો વિશે જાણે અને સમજ કેળવે તથા એકબીજાની સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવે એ ઉદ્દેશથી બાકરોલ પ્રાથમિકમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ બાકરોલ પ્રાથમિક શાળા પરિવારના શિક્ષકો દ્વારા ભારત દેશની વિશિષ્ટતા વિશે,બિનસાંપ્રદાયિકતા વિશે,ભારતની ભાષાઓ, બોલીઓ,પહેરવેશ,રિતારિવાજો વિશે અલગ હોવા છતાં વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશની મહાનતા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની ધરોહર વિશે કવિતાઓ,વેશભૂષા, જુદા જુદા રાજ્યોની બોલી,પોષાક ખોરાક વિશેની માહિતી વગેરે જેવી પ્રવૃત્તિઓ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવી હતી.