કાલોલ વૈભવ લક્ષમી સોસાયટી ચર્ચ ના બાજુના મકાન પાસે એક ઈસમ ને ૬૬ કેવી ની લાઈન થી દાઝી જતા સારવાર અર્થે ખસેડાયો
તારીખ ૦૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
૧૦૮ ને ફોન કરવા છતાં સમયસર ના પોહચી
ચર્ચ માં આખેલ ફાયર સેફટી સાધનો તાત્કાલિક કામ લાગ્યા
કાલોલ બોરૂ ટર્નીગ પાસે આવેલ વૈભવ લક્ષમી સોસાયટી ચર્ચ ના બાજુના મકાન પાસે એક ઈસમ ને ૬૬ કેવી ની લાઈન થી દાઝી જતા સારવાર અર્થે વડોદરા ખસેડાયો રવિવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે ચર્ચ માં પ્રાર્થના સભા ચાલી રહી હતી તે દરમિયાન એક મોટો ધડાકો થતા ચર્ચ માં હાજર તેમજ સોસાયટી ના લોકો બહાર દોડી આવ્યા હતા અને ત્યાં બાજુમાં આવેલ મકાન ની દીવાલ પાસે થી પસાર થતી ૬૬ કેવી ની લાઈન ઉપર એક ઈસમ સળગી રહ્યો હતો અને થોડીવાર માં ચર્ચ ના આગળ ના ભાગે નીચે સળગતા પટકાયો હતો જેથી ચર્ચ માં હાજર લોકોએ અને ચર્ચના પાદરીએ ચર્ચ માં રાખેલ ફાયર સેફટી ના સાધનો વડે યુવક ને લાગેલ આગ ઉપર ફાયર સેફટી સ્પ્રે બોટલ દ્વારા આગ બુઝાવી ડાઝેલા યુવાન ને સારવાર માટે કાલોલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને વધુ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો અને સોસાયટી ના સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ અવારનવાર આ હેવી લાઈન ને લઈને વીજ ઉપકરણો ઉડી જાય છે જેને કારણે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તંત્ર ને ૬૬ કેવી લાઈન હટાવવા અનેક રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યા છે અને સોસાયટી ના રહીશો ની રજુઆત ને ધ્યાને લેવામાં આવતી નથી જેથી તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે તંત્ર દ્વારા સોસાયટી ના રહીશો ની રજુઆત ને ધ્યાનમાં લઈ ૬૬ કેવી લાઈન તાત્કાલિક દૂર કરી હોત તો આજે એક નિર્દોષ વ્યક્તિ તેનો શિકાર ન બન્યો હોત જેથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સોસાયટી માંથી ૬૬ કેવી લાઈન હટાવે તેવી માંગ ઉઠી છે.એમજીવીસીએલના ઈજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આ લાઇન એમજીવીસીએલ ની નહી પરંતુ જેટકો ની લાઈન છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે આ લાઈન ઊંચી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ચર્ચ માં રાખેલ ફાયર સેફટી સાધન ના સ્પ્રે દ્વારા એક વ્યક્તિ નો જીવ બચ્યો જોકે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ભોગ બનેલા ઇસમ અંદાજીત સાંઇઠ થી વધુ ટકા દાઝી ગયેલ છે.