ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – e-KYCની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર આણંદ જિલ્લો

આણંદ – e-KYCની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર આણંદ જિલ્લો

તાહિર મેમણ – આણંદ – 26/11/2024 – ભારત સરકારની સુચના મુજબ તમામ કલ્યાણકારી યોજનાઓમાં DBTનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ
ઘરાવતા દેશના તમામ નાગરિકોનું ફરજીયાત e-KYC કરવાનું થાય છે.
જે અંતર્ગત અત્રેના જિલ્લામાં નાગરિકોનું સમયસર eKYC થાય અને કોઇ અગવડતા ન પડે તે હેતુસર જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ
ચૌધરીના માર્ગદર્શન હેઠળ જાહેર રજાના દિવસોમાં પણ જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત કચેરીઓ કાર્યરત રાખી તથા સરકાર માન્ય
વાજબી ભાવના દુકાનદારોએ PDS+ મોબાઈલ એપ્લીકેશન મારફતે તેઓના વિસ્તારોના બાકી રહેલ નાગરિકોના eKYC કરાવવા
માટે ગામોમાં રાત્રી કેમ્પનું આયોજન કરતા ગઈકાલે તા.૨૫ નવેમ્બરના રોજ જિલ્લામાં કુલ ૨૪૫૯૨ જેટલા નાગરિકોના eKYC
ની કામગીરી કરવામાં આવી છે. આમ, એક દિવસમાં રાજ્યમાં સૌથી વધુ નાગરિકોના e-KYC કરવામાં આણંદ જિલ્લો અગ્રેસર
રહ્યો છે.
સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગાંધીનગર દ્વારા My Ration મોબાઈલ એપ્લીકેશન
દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઓથેન્ટીકેશન મારફતે, ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં VCE દ્વારા વેબ બેઈઝ્ડ મારફતે,
અધિકારી/કર્મચારી/VCE/આચાર્ય/શિક્ષકો તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનદારો દ્વારા PDS+ મોબાઈલ એપ્લીકેશન
મારફતે eKYC થઈ શકે છે.
My Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા ૫ણ eKYC કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.હજુ બાકી રહેલ
રેશનકાર્ડઘારકોએ ૫ણ તેઓની બાકી રહેલ eKYC ની કામગીરી સત્વરે કરાવે તેવી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં
આવી છે.

Back to top button
error: Content is protected !!