GUJARATKUTCHMANDAVI

રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ માટે કચ્છના અન્ય પર્યટન સ્થળો સુધી જવા એ.સી વોલ્વો બસ શરૂ કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-03 ડિસેમ્બર  : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે રણોત્સવ શરૂ થઇ ગયો હોઈ રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ તેમજ કચ્છ જિલ્લાના પર્યટક સ્થળોની મુલાકાત લઇ શકે એ હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા એ.સી વોલ્વો બસ મુકવામાં આવેલી છે જેના રૂટો (૧) ધોરડોથી નારાયણ સરોવર સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.800/- (૨) ધોરડો થી માતાના મઢ સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૩) ધોરડોથી માંડવી સમય સવારે 08.00 કલાકે રીટર્ન ભાડું રૂ.700/- (૪) ધોરડો થી ધોળાવીરા સમય સવારે 09.00 કલાકે રીટર્ન ભાડું રૂ.800/- નિયત કરવામાં આવેલું છે. તેમજ ઉપરોક્ત તમામ રૂટોનું ઓનલાઈન બુકિંગ GSRTC.IN ની વેબસાઈટ પરથી તેમજ ધોરડો સબરસ બસ સ્ટેશન ખાતે GSRTC ના કાઉન્ટર પરથી ટિકિટ મેળવી શકાશે.

Back to top button
error: Content is protected !!