ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદી જાપટા. ઠંડક પસરી.
આણંદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદી જાપટા. ઠંડક પસરી.
તાહિર મેમણ – 24/09/2024- આણંદ – આણંદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદી જાપટા ઠંડક પસરીઆણંદ પંથકમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ ગતિએ પવન ફુંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
ચોમાસાની વિદાય પૂર્વે આણંદ શહેર ઉપરાંત ગામડી, કરમસદ, વિદ્યાનગર, ગાના, મોગરી તેમજ આસપાસના પંથકમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેથી પ્રજાને ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી છે. જોકે, બીજી બાજુ વરસાદી વાતાવરણને પગલે નવરાત્રીનું જાહેર આયોજન કરનાર આયોજકો ચિંતામાં મુકાયાં છે.