આણંદ – રીફાઈન્ડ કોટનસીડ તેલ અને બોરસદમાં ગાયનું દેશી ઘી નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર.
આણંદ – રીફાઈન્ડ કોટનસીડ તેલ અને બોરસદમાં ગાયનું દેશી ઘી નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર.
તાહિર મેમણ – આણંદ – 28/11/2024 – આણંદ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આણંદ તેમજ બોરસદમાંથી લેવામાં આવેલાં રીફાઈન્ડ કોટનસીડ તેલ, ગાયનું દેશી ઘી તેમજ પનીરના નમૂના કાયદામાં ઠરાવેલ ધારા-ધોરણ મુજબના ન હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે.
આણંદ જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા તાજેતરમાં જ આણંદ શહેરના ગંજ બજારમાં આવેલી શ્રી ગણેશ ટ્રેડર્સના જય કૈલાશ રીફાઈન્ડ કોટનસીડ તેલ (ઉત્પાદક હીર ઓઈલ ઈન્ડસ્ટ્રી તા.કપડવંજ જિ.ખેડા) ના નમૂના, બોરસદના જનતા બજારમાં આવેલ હરી નારાયન સ્ટોરમાંથી વ્રજવાસી ગાયનું દેશી ઘી (ઉત્પાદક વેરોના પ્રોડક્ટ પ્રા.લી કોટડા, સંગાની રાજકોટ)ના નમૂના, તેમજ બોરસદના પામોલ ખાતેની શિવ શક્તિ ડેરીમાંથી પનીરના નમૂના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા. આ ત્રણેય ખાદ્ય ચીજના નમૂનાઓ કાયદામાં ઠરાવેલ ધારા-ધોરણ મુજબના ન હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. જેમાં એડજ્યુડેકેશન કેસ દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.