પર્યાવરણ વન જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા શ્રી પંચદેવ મંદિર નારગઢ આશ્રમ ( દાંતા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ
અહેવાલ:- પ્રતિક ભોઈ
પર્યાવરણ વન જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા શ્રી પંચદેવ મંદિર નારગઢ આશ્રમ ( દાંતા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શ્રી પંચદેવ મંદિર આશ્રમ નારગઢ દાંતા ખાતે પર્યાવરણ વન જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા આપના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જી ના સંકલ્પ એક પેડ માં કે નામ તથા પર્યાવરણ સંવર્ધન પરિષદ ભારત ના ચેરમેન શ્રી રાહુલભાઇ દ્વિવેદી ના માર્ગદર્શન હેઠળ ૨૧ લાખ ત્રિવેણી પૌધારોપણ હરિત પથ યાત્રા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તા. ૬ જુલાઈ થી ૩૦ ઓગસ્ટ સુધી ૨૧ લાખ પૌધારોપણ કરવામાં આવશે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નરસિંહદાસજી મહારાજ, શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી મહાવીરદાસજી મહારાજ , પર્યાવરણ પરિષદના કેન્દ્રીય નિર્દેશક શ્રી બ્રિજેશભાઇ પટેલ, વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત સહ મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ, નીતીનભાઇ પરમાર, પુરોષત્તમભાઇ વગેરે ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી નરસિંહદાસજી મહારાજ દ્વારા પરિષદ દ્વારા કરવામાં આવેલ સંકલ્પ તથા પર્યાવરણ સંવર્ધન માટે ના કાર્યો માટે પર્યાવરણ ચેરમેન શ્રી રાહુલજી દ્વિવેદી, કેન્દ્રીય નિર્દેશક શ્રી બ્રિજેશ ભાઈ પટેલ તથા સમગ્ર ટીમ ને સરાહનીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ હજારો ની સંખ્યામાં આવેલ ગુરુ પૂર્ણિમા મહોત્સવ માં ભક્તો ને વૃક્ષારોપણ કરવા તથા પર્યાવરણ બચાવવાની અપીલ કરી સૌ ભક્તો ને સંકલ્પ લેવડાવામાં આવેલ હતો તથા પર્યાવરણ ની જાળવણી અને સુરક્ષા કરશો તો ભારત દેશ પણ સુરક્ષિત રહેશે અને આવનારી પેઢીઓ નું જીવન પણ સુરક્ષિત રહેશે તેમ સંબોધન માં જણાવ્યું તથા પર્યાવરણ પરિષદ ના કેન્દ્રીય નિર્દેશક શ્રી બ્રિજેશ પટેલ દ્વારા સૌને એક પેડ માં કે નામ તથા હરિત પથ યાત્રા અંતર્ગત વધુ માં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે તથા પર્યાવરણ જાગૃતિ તથા સંવર્ધન કરવામાં આવે તેવી સૌને અપીલ કરવામાં આવેલ હતી.