ANANDANAND CITY / TALUKO

આણંદ પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ

આણંદ
પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ.

તાહિર મેમણ – આણંદ – 16/04/2025 – આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના પનીર તથા ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૭ એકમોને દંડ કરવામાં આવ્યો છે.

જે મુજબ શકપીલ ચેતનદાસ અડવાણી,રાજમાર્ગ રોડ,આણંદ,પ્રેહામ રીટેઈલ એલ.એલ.પી,રાજમાર્ગ રોડ,આણંદ, મનોજ એસ.શર્મા,નાના ચીલોડા ટુ ગિફટ સીટી રોડ,વલાદ,ગાંધીનગર વગેરે પેઢીના ફૂડ એનાલીસ્ટનાં રીપોર્ટ મુજબ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન-૨૦૧૧ મુજબ પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.જે મુજબ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર દ્વારા કપીલ ચેતનદાસ અડવાણી,પ્રેહામ રીટેઈલ એલ.એલ.પીને વ્યક્તિગત રીતે રૂ.૫૦ હજાર તથા મનોજ એસ.શર્મા ઉત્પદક પેઢીના માલીકને રૂ.૧ લાખ ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત શ્રી ઠક્કર યોગેશકુમાર સાગરભાઈ,તારાપુર બસ સ્ટેન્ડ પાસે,મેઈન બજાર,મે.નોબાઈલ સાગર એક્સપોર્ટ એલએલપી,તારાપુર,આણંદ,શ્રી હર્ષ ગીરિશભાઈ ઠક્કર રાજા ગૃહ ઉદ્યોગ,ખંભાત તથા શ્રી દીપ જયેશભાઈ અગ્રવાલ,દહેગામ,ગાંધીનગર વગેરે ઉત્પાદક પેઢીના ઘીના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર દ્વારા ઠક્કર યોગેશકુમાર સાગરભાઈને રૂ.૧૦,૦૦૦ તથા મે.નોબાઈલ સાગર એક્સપોર્ટ એલએલપીને રૂ.૪૦,૦૦૦ તથા હર્ષ ગીરિશભાઈ ઠક્કરને રૂ.૧,૦૦,૦૦૦ તથા દીપ જયેશભાઈ અગ્રવાલને રૂ.૧,૫૦,૦૦૦ જેટલા દંડ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!