ANANDANAND CITY / TALUKO

આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર. એન. ડોડીયા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત એક્શન મોડમાં

આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર. એન. ડોડીયા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત એક્શન મોડમાં

તાહિર મેમણ – આણંદ – 30/05/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર એન. ડોડીયા એ આજે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ સાથે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ તળાવોમાં ગોયા તળાવ, કનોળ તળાવ, અખંડ ભારત ઉદ્યાન લેક, મોગરીમાં આવેલ દિવ્ય તળાવ, મહાદેવ તળાવ, સીટી સર્વે ઓફિસ સામેનું તળાવ અને જીટોડીયા મહાદેવ મંદિર પાસે આવેલ તળાવ ખાતેની મુલાકાત લીધી હતી.

 

નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલે મ્યુનિસિપલ કમિશનર શ્રીને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી થી વાકેફ કર્યા હતા.

 

કમિશનર શ્રી એ અધિકારીઓને સૂચના આપી હતી કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તળાવો ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે તો તળાવ ઓવર ફ્લો ન થાય અને નાગરિકોને વરસાદી પાણીના કારણે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે ખાસ જણાવ્યું હતું.

 

આ ઉપરાંત કમિશનર શ્રી એ મહાનગર પાલિકા વિસ્તારના તળાવો ઉપરાંત નીચાણ વાળા વિસ્તારો કે જ્યાં વધુ વરસાદ આવવાથી પાણીનો ભરાવો વધુ સમય સુધી રહેતો હોય અને તેના કારણે નાગરિકોને તકલીફ પડતી હોય તો તેવા વિસ્તારોની વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં આવે, નાગરિકો ખોટી જગ્યાએ કચરો નાખતા હોય અને પાણી ભરાઈ જતું હોય તેમ ન કરે તે માટે જરૂરી સાઈનબોર્ડ મૂકવા તે મુજબની કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

 

આમ, આજે કમિશનર શ્રી દ્વારા તાકીદે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત એક્શન મોડમાં આવીને મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ તળાવ અને નીચાણવાળા વિસ્તાર અંગે જાત તપાસ કરી હતી અને નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની હાલાકી નો સામનો કરવો ન પડે તે જોવા અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!